Monday, October 26, 2020

રુદ્રાક્ષ: ભક્તો પર શિવજીની અસીમ કૃપા

 

રુદ્રાક્ષ: ભક્તો પર શિવજીની અસીમ કૃપા

આચમન - દર્શના



રુદ્રાક્ષને હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો તેને યોગ્ય રીતે ધારણ કરવામાં આવે તો જીવનમાં સકારાત્મકતા લાવવામાં નિમિત્ત પણ બને છે. શારીરિક લાભ આપવાની સાથે સાથે રુદ્રાક્ષ માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે અને ભોલેનાથના ભક્તો તો રુદ્રાક્ષને તેમની કૃપાદૃષ્ટિ જ માને છે. આ પાછળની દંતકથા કંઈક એવી છે કે એક વખત મહાદેવજી તેમના ભક્તોના કલ્યાણ માટે ધ્યાન ધરી રહ્યા હતા એ વખતે તેમના ભક્તોના દુ:ખ જોઈને તેમની આંખમાંથી આંસુ સરી પડયાં. બસ મહાદેવજીનાં આંસુનું જ એક અંશ છે રુદ્રાક્ષ.

રુદ્રાક્ષનો મણકો થ્રેડેડ અને માળામાં પહેરવામાં આવે છે. ફક્ત તપસ્વી જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ આ માળા પહેરી શકે છે. આ માળા નકારાત્મક ઊર્જાથી સુરક્ષિત રાખે છે. એટલું જ નહીં પણ તેનો ઉપયોગ પવિત્ર મંત્રનો જાપ કરવા માટે પણ થાય છે. ચાલો હવે વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે રુદ્રાક્ષના કેટલા પ્રકાર છે અને તેની શું શું ખાસિયતો છે.

રુદ્રાક્ષના પ્રકાર

રુદ્રાક્ષના ઘણા પ્રકારો છે. તેને એક મુખી, બે મુખી, ત્રણ મુખી વગેરે જેવા તેમના ચહેરાના આધારે અલગ અલગ નામ આપવામાં આવ્યાં છે. દરેકનું પોતાનું અલગ અલગ મહત્ત્વ છે.

એક મુખી: એક મુખી રુદ્રાક્ષને બધા જ રુદ્રાક્ષમાં સૌથી ચમત્કારિક માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શક્તિ અને ખુશી બંને મળે છે, એટલું જ નહીં પણ એેકાગ્રતા વધારવામાં કે સુધારવામાં પણ આ રુદ્રાક્ષ મહત્ત્વનો ભાગ ભજવે છે.

બે મુખી: બે મુખી રુદ્રાક્ષને માતા પાર્વતી અને શિવજીનું રૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે માનસિક શાંતિ પ્રદાન કરે છે અને તેની સાથે સાથે જ ઇચ્છિત ફળ આપનાર પણ છેે. આ સિવાય આ રુદ્રાક્ષ પહેરેલી વ્યક્તિનો સંબંધ તેના ગુરુ, માતાપિતા, મિત્ર અથવા જીવનસાથી સાથે ખૂબ સારો હોય છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાને કારણે જીવનમાં પ્રેમ અને શાંતિનું સંતુલન પણ જળવાઈ રહે છે.

ત્રણ મુખી: આ રુદ્રાક્ષને ત્રિદેવ સ્વરૂપ માનવામાં આવે છે જે સિદ્ધિ અપાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આ રુદ્રાક્ષ આત્મવિશ્ર્વાસ વધારે છે અને પાપોથી મુક્તિ આપે છે.

ચાર મુખી: આ રુદ્રાક્ષને બ્રહ્મરૂપ કહે છે. તે ચતુર્ભુજ ફળ પ્રદાન કરે છે. વળી, તેને પહેરવાથી સર્જનાત્મકતા અને બુદ્ધિ પણ વધે છે. આ સિવાય તેને પહેરનાર વ્યક્તિની યાદશક્તિ પણ સારી રહે છે.

પંચ મુખી: આને પંચમુખ શિવ સ્વરૂપ કહેવામાં આવે છે જેનો ઉપયોગ બધાં પાપોનો નાશ કરવા માટે થાય છે. બ્લડપ્રેશરથી પીડિત લોકો માટે તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેની અસરને કારણે, મનુષ્યનું આરોગ્ય સારું રહે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

છ મુખી: તે ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવે છે. તે તમામ પ્રકારની દુષ્ટતાનો અંત લાવે છે. તે માણસનાં તમામ દુખોને દૂર કરે છે અને તે રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત કરે છે.

સાત મુખી: સાત મુખી રુદ્રાક્ષને અનંત કહેવામાં આવે છે, જે માણસના જીવનમાંથી તમામ પ્રકારનાં દુ:ખ અને ગરીબીને દૂર કરે છે. જેઓ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ રુદ્રાક્ષને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

આઠ મુખી: તેને અષ્ટમૂર્તિ ભૈરવરૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી માણસનાં બધાં દુ:ખ દૂર થાય છે અને તે પોતાના શત્રુઓને પરાજિત કરે છે. આ સિવાય જીવનમાં શાંતિ લાવવામાં પણ આ રુદ્રાક્ષ મદદ કરે છે.

નવ મુખી: આ રુદ્રાક્ષ માણસને સર્વેશ્ર્વરા બનાવે છે અને તેને ધારણ કરવાથી માણસને માત્ર શિવની કૃપા જ નહીં, પરંતુ શક્તિ પણ મળે છે.

દસ મુખી: વિષ્ણુજી આ રુદ્રાક્ષમાં નિવાસ કરે છે. તેને પહેરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. તે જ સમયે બધાં પાપોનો નાશ થાય છે.

અગિયાર મુખી: આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને સફળતા અને વિજય મળે છે. તે માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે.

બાર મુખી: તેને પહેરવાથી વ્યક્તિની પ્રસિદ્ધિ અને ખ્યાતિ સૂર્યની જેમ વધે છે.

તેર મુખી: આ રુદ્રાક્ષને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને તેને શુભ રુદ્રાક્ષ માનવામાં આવે છે. તેને પહેરવાથી સન્માન વધે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ચૌદ મુખી: આને અંતિમ શિવ સ્વરૂપ માનવામાં આવે છે, તેને પહેરવાથી શાંતિ અને સર્વ પાપોથી મુક્તિ મળે છે.

પંદર મુખી: આ રુદ્રાક્ષમાં ભગવાન પશુપતિનો વાસ છે. તેને પહેરવાથી સ્વાસ્થ્ય લાભ થવાની સાથે નાણાકીય સમસ્યાઓ પણ દૂર થાય છે.

સોળ મુખી: કોઈપણ ઘરમાં આ રુદ્રાક્ષ હોય તે ઘર હંમેશાં ચોરી, લૂંટ અને અગ્નિ જેવી ચીજોથી સુરક્ષિત રહે છે.

સત્તર મુખી: આ પ્રકારનો રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન વિશ્ર્વકર્માના આશીર્વાદ મળે છે. વળી, માણસને ક્યારેય કોઈ આર્થિક સમસ્યા નડતી નથી.

અઢાર મુખી: આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સગર્ભા સ્ત્રીઓ માટે તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ઓગણીસ મુખી: તેને પહેરવાથી મનુષ્યનાં તમામ દુ:ખો દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.

વીસ મુખી: આ રુદ્રાક્ષ પહેરવાથી શિવજીના આશીર્વાદ મળે છે અને માણસની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલું જ નહીં પણ એવું માનવામાં આવે છે કે આ રુદ્રાક્ષ મુક્તિ તરફ દોરી જાય છે.

એકવીસ મુખી: એવું કહેવામાં આવે છે કે આ રુદ્રાક્ષમાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે. તેને પહેરવાથી ભગવાનના આશીર્વાદ તો મળે છે, સાથે સાથે બધી સુખ-સુવિધાઓ પણ મળે છે.



Sunday, August 2, 2020

જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ

જનોઈ બદલવાની સરળ સંપૂર્ણ વેદોક્ત વિધિ હવે ઓડીઓ માં ઉપલબ્ધ
- - - - - જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ - - - - - 

તારીખ : શ્રાવણ સુદ પૂનમ ૩/૦૮/૨૦૨૦
ના રોજ 
 બ્રહ્મદેવો એ જનોઈ બદલવાની વિધિ આ દિવસે કરવી -   
[ સંદર્ભ – દરેક ગુજરાતી પંચાંગ ]  

- - - - - જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ - - - - - 

સ્નાન કરી, ધોતી પહેરી, ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે એમ બેસવું અને 
નીચે બતાવ્યા પ્રમાણે જમણા હાથમાં જળ રાખીને સંકલ્પ કરવો 
[ ૧ ]  
સંકલ્પ : જમણા હાથમાં જળ રાખવું અને નીચેનો સંકલ્પ બોલવો 

ૐ ર્વિષ્ણુ ર્વિષ્ણુ ર્વિષ્ણુ ... વિક્રમ સંવંત ૨૦૭૫ શિવ પ્રિય શ્રાવણ માસે શુકલ પક્ષે ચતુર્દશ્યામ તિથૌ બુધવાસરે પ્રાતઃકાલે . . . મનમાં પોતાના ગોત્રનું ઉચ્ચાર કરો [ અમુક ગોત્ર ઉતપન્નસ્ય ] અહમ શ્રોત સ્માર્ત કર્માનુષ્ટાન સિધ્યર્થ નુત્તન યજ્ઞૉપવિત ધારણમ અહમ કરીષ્યે ..... 

આમ સંકલ્પ કરી જળ નીચે તરભાણામાં મૂકો.... 

[ ૨ ] 
ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી – જમણા હાથના આંગળા વડે 
એના પર જળ છંટકાવ કરો અને નીચેનો મંત્ર બોલો 

ૐ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપિ વા ।
યઃ સ્મરેતપુંડરીકાક્ષમ સ બાહયાભ્યંતરઃ શુચિ : ॥ 

[ ૩] 
ત્યારબાદ એના પર જમણા હાથની હથેળી ઢાંકી – ૧૦ ગાયત્રી મંત્ર બોલો 

[ ૪ ] 
ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઇ રહેલી છે 
એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા દાણા  
- - આવહયામી સ્થાપયામી -- 
એ શબ્દો બોલાય ત્યારે મૂકતાં જાવ અને નીચેના મંત્રો બોલતા જાવ 

ૐ પ્રથમ તંતો ઓમકારાય નમઃ ઓમકારમ આવહયામી સ્થાપયામી 
ૐ દ્વિતીય તંતો અગ્નયે નમઃ અગ્નિમ આવહયામી સ્થાપયામી 
ૐ તૃતીય તંતો નાગેભ્યો નમઃ નાગમ આવહયામી સ્થાપયામી 
ૐ ચતુર્થ તંતો સોમાય નમઃ સોમમ આવહયામી સ્થાપયામી 
ૐ પંચમ તંતો પિતૃભ્યો નમઃ પિતૃન આવહયામી સ્થાપયામી 
ૐ ષષ્ઠમ તંતો પ્રજાપતયે નમઃ પ્રજાપતિમ આવહયામી સ્થાપયામી 
ૐ સપ્તમ તંતો અનિલાય નમઃ અનિલમ આવહયામી સ્થાપયામી 
ૐ અષ્ટમ તંતો યમાય નમઃ યમામ આવહયામી સ્થાપયામી 
ૐ નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વાન દેવાન આવહયામી સ્થાપયામી 
ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ રૂદ્રેભ્યો નમઃ બ્રહ્મવિષ્ણુરુદ્રાન આવહયામી સ્થાપયામી 

[ ૫ ] 
ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ જનોઈ પર પધરાવી નીચેનો મંત્ર બોલો 

આવાહિત યજ્ઞૉપવિત દેવતાભ્યો નમઃ ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ .... 

[ ૬ ] 
ત્યારબાદ જનોઈને બે હાથના આંગળમાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવો 
અને નીચેનો મંત્ર બોલી ગળામાં માલની જેમ જનોઈ પહેરો 
અને પછી જમણો હાથ જનોઈમાથી બહાર કાઢી 
ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરી લ્યો 

ૐ યજ્ઞૉપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત । 
આયુષ્યમગયમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞૉપવિતમ બલમસ્તુ તેજ ॥ 

[ ૭ ] 
નવી જનોઈ ધારણ થઈ જાય પછી 

સૂર્ય ને ત્રણ અર્ધ્ય આપવા - ૐ સૂર્યાય નમઃ ૐ રવિયે નમઃ ૐ ભાસ્કરાય નમઃ 

[ ૮ ] 
ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂની જનોઈ નો ત્યાગ કરવો 

એતાવાદીનપર્યંતમ બ્રહ્મત્વંધારીતંમયા ।
જીર્ણત્વાત્વત્પરીત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ ॥

જૂની જનોઈને નીચે મૂકી એના પર ફૂલ ચોખા મૂકવા 
પછી એ જનોઈ વહેતા જળમાં પધરાવી દેવી 

[ ૯ ] 
ત્યારબાદ જળની ચમચી ભરી રાખો 
જમણા હાથમાં અને નીચેનો સંકલ્પ કરવો 

નુત્તન યજ્ઞૉપવિત ધારણ નિમિતાંગ અમુક નામ 
જાપ સંખ્યાનામ ગાયત્રી મંત્ર અહમ કરીષ્યે 

[ નુત્તન જનોઈ ધારણ કર્યા નિમિત્તે યથા શક્તિ ગાયત્રી મંત્ર માળા કરવી ] 

અસતૂ પરિપૂર્ણ અસતૂ