123
211
233
321
342
431
444
ગણેશ પ્રશ્નાવલી ચક્રઃ આ 64 અંકોમાં છુપાયું છે તમારી દરેક સમસ્યાનું સમાધાન
યંત્ર માધ્યમથી તમે તમારા જીવનની દરેક પરેશાનીઓ અને સવાલોનો ઉકેલ મેળવી શકો છો.
હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે એટલે બધા જ માંગલિક કાર્યોમાં સૌથી પહેલાં શ્રીગણેશની જ પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા વિના કોઇપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. હાલમાં દરેક જગ્યાએ ગણેશ ઉત્સવની ધૂમ છે. આ શુભ અવસર પર અમે તમારી માટે લાવ્યાં છે શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર. જેના માધ્યમથી તમે તમારા જીવનની દરેક પરેશાનીઓ અને સવાલોનો ઉકેલ મેળવી શકો છો. આ યંત્રની ઉપયોગ વિધિ આ પ્રકારે છે-
યંત્રની ઉપયોગ વિધિઃ-
જે લોકોને પણ પોતાના સવાલોનો જવાબ અથવા પરેશાનીઓનો ઉકેલ જાણવો હોય તે પહેલાં પાંચ વાર ऊंनम: शिवाय: મંત્રનો જાપ કર્યા પછી 11 વાર ऊं गं गणपतयै नम: મંત્રનો જાપ કરે. ત્યાર પછી આંખ બંધ કરી પોતાના સવાલ પૂછે અને ભગવાન શ્રીગણેશનું સ્મરણ કરતાં પ્રશ્નાવલી યંત્ર પર કર્સર ફેરવીને રોકી દેવું. જે ખાના પર કર્સર અટકે, તે કોષ્ટકમાં લખાયેલ અંકના ફળાદેશને જ પોતાના પ્રશ્નનો ઉત્તર સમજવો.
અંક 1 થી 4 સુધીના ફળાદેશ આ પ્રકારે છે-
1. તમને જ્યારે પણ સમય મળે રામ ત્યારે નામનો જાપ કરો. તમારી મનોકામના પૂરી થશે અને ઇચ્છિત કાર્ય સફળ થશે.
2. તમે જે કાર્ય કરવા ઇચ્છી રહ્યા છો તેમાં નુકસાન થવાની શક્યતા છે, તેથી કોઈ બીજું કાર્ય કરવા અંગે વિચારો. કોઈ મુશ્કેલી જણાતી હોય તો ગૌશાળાની ગાયને ચારો ખવડાવો.
3. તમારી બધી જ ચિંતા આ સમયમાં દૂર થશે. કષ્ટ દૂર થશે અને સફળતા મળશે. કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય તો રોજ પીપળાની પૂજા કરો.
4. ચોક્કસ લાભ થશે. પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. સુખ-સંપત્તિ મળવાના યોગ પણ બની રહ્યા છે. કોઈ પ્રકારનાં કષ્ટ થઈ રહ્યાં હોય તો કુળદેવતાનું પૂજન કરો.
શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર (5 થી 15 સુધી)
5. તમે શનિદેવની આરાધના કરો. વેપાર-વ્યવસાય સંબંધી યાત્રા કરવી પડે તો ગભરાશો નહીં. દરેક બાબતે લાભ જ થવાનો છે.
6. રોજ સવારે ભગવાન શ્રીગણેશની પૂજા-અર્ચના કરો. મહિનાના અંત સુધીમાં તમારી મનોકામનાઓ ચોક્કસ પૂરી થશે.
7. આર્થિક તંગી અને મુશ્કેલીઓ દૂર થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. કોઈ પણ સ્ત્રી પાસેથી ધન પ્રાપ્ત થશે. તમારું કાર્ય સામાન્ય ફળ આપનારું રહેશે.
8. તમારા ધન અને સંતાન બંનેની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી ધાર્યો લાભ થશે. તમને કાર્યમાં સફળતા મળશે.
9. તમારી ગ્રહદશા અનુકૂળ ચાલી રહી છે. જે વસ્તુ કે વ્યક્તિ તમારાથી દૂર ચાલી ગઈ છે તે ફરીથી પ્રાપ્ત થશે.
10. ખૂબ જલ્દી તમને પ્રસન્નતાના સમાચાર મળવાના છે. તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે. દરરોજ ઇષ્ટદેવનું પૂજન કરવાથી કષ્ટ દૂર થશે.
11. જો વેપારમાં નુકસાન થઈ રહ્યું હોય તો બીજો કોઈ વેપાર કરો. કાર્યમાં સફળતા મેળવવા માટે દરરોજ પીપળાને જળ ચઢાવો.
12. રાજ્ય કે તમારા ઉપરી તરફથી તમને લાભ મળશે. પૂર્વ દિશા તમારા માટે શુભ છે. આ દિશામાં યાત્રાના યોગ બની શકે છે. માન-સન્માન પ્રાપ્ત થશે. કાર્યમાં જેટલી મહેનત કરશો તેટલું ફળ મળશે.
13. થોડા જ દિવસમાં તમારો શ્રેષ્ઠ સમય શરૂ થવાનો છે. કપડાં કે તેની સાથે સંબંધિત વેપાર કરશો તો ઉત્તમ રહેશે. બધું જ અનુકૂળ રહેશે.
14. જે ઇચ્છા તમારા મનમાં છે તે જરૂર પૂરી થશે. રાજ્ય કે ઉપરી તરફથી લાભ મળશે. મિત્ર, ભાઈ અથવા પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે અને તે લાભકારક નીવડશે.
15. પુત્ર તરફથી લાભ થશે. ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. વિચારેલું કાર્ય હમણાં ન કરો તો સારું. જો સ્વપ્નમાં તમે પોતાને કોઈ ગામમાં જતાં જુઓ તો શુભ સમાચાર મળશે.
શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર (16 થી 25 સુધી)
16. દેવીમાતાની પૂજા કરો, તમને તમારા કાર્યમાં સફળતા જરૂર મળશે.
17. તમારો સારો સમય શરૂ થઈ ગયો છે. બધી જ ચિંતાઓ દૂર થશે. ધન તથા સુખ પ્રાપ્ત થશે.
18. તમે બેફિકર થઈને યાત્રા પર જઈ શકો છો. યાત્રા મંગળ, સુખદ તથા લાભકારી રહેશે. કુળદેવીના પૂજનથી કષ્ટો દૂર થશે.
19. તમારી સમસ્યા દૂર થવામાં કે પ્રશ્નનું સમાધાન મેળવવામાં હજુ દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. જે પણ કાર્ય કરો તે માતા-પિતાને પૂછીને કરો.
20. શનિવારે શનિદેવનું પૂજન કરો. ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળશે. ધનસંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. મનોવાંછિત સફળતા મળે.
21. તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. કોઈ પણ કાર્યની શરૂઆત શ્રીગણેશના પૂજનથી કરો
22. જો તમારા ઘરમાં ક્લેશ થઈ રહ્યો હોય તો રોજ ભગવાનની પૂજા કરો તથા માતા-પિતાની સેવા કરો. તેનાથી તમને શાંતિ અનુભવાશે. કાર્યની સફળતાનો આધાર તમારી નિયત પર રહેલો છે.
23. તમારી સમસ્યાઓ જલદી દૂર થશે. તમે માત્ર તમારા કાર્યમાં મન પરોવો અને ભગવાન શંકરની પૂજા કરો.
24. તમારા ગ્રહ અનુકૂળ નથી, તેથી તમે રોજ નવગ્રહોની પૂજા કરો. તમે જે વિચારશો તે થઈને જ રહેશે.
25. પૈસાની કટોકટીને કારણે તમારા ઘરમાં ક્લેશ થઈ શકે છે. થોડા જ દિવસોમાં તમારી સમસ્યાઓ ઓછી થશે. માતા લક્ષ્મીનું પૂજન કરવાથી તમામ દુઃખ દૂર થશે. નિર્ણય ઝડપથી લેવો.
શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર (26 થી 35 સુધી)
26. તમારા મનમાં નકારાત્મક વિચારો આવી રહ્યા હોય તો તેનો ત્યાગ કરો અને ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા કરાવો. તેનાથી લાભ થશે. કાર્યમાં સફળતા અંગે શંકા છે.।
27. તમે જે કાર્ય આ સમયે કરી રહ્યા છો તે તમારા માટે યોગ્ય નથી. કષ્ટોથી બચવા પૂજન-અર્ચન કરો.
28. શુભ ફળ મેળવવાં હોય તો પીપળાનું પૂજન કરો. ઘરના પ્રશ્નોનું નિરાકરણ આવશે અને લાભ પણ થશે.
29. દરરોજ ભગવાન વિષ્ણુ, શંકર તથા બ્રહ્માનું પૂજન કરવાથી સફળતા મળશે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
30. રવિવારનું વ્રત તથા સૂર્ય યંત્રનું પૂજન કરવાથી લાભ થશે. વેપાર અથવા નોકરીમાં સાવધાની રાખવી. તમારી ઇચ્છાઓ પૂરી થશે.
31. તમને વેપાર-વ્યવસાયમાં લાભ થશે. બધું જ ઠીક થઈ જશે. હમણાં કોઈ નવું કાર્ય શરૂ ન કરો તો જ સારું.
32. તમે વ્યર્થ ચિંતા કરી રહ્યા છો. બધું જ બરાબર થઈ રહ્યું છે. ગૌશાળાની ગાયને ચારો ખવડાવવાથી ચિંતા-તણાવ દૂર થશે.
33. માતા-પિતાની સેવા કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો તથા ભગવાન શ્રીરામની પૂજા કરો. તમારી બધી જ અભિલાષાઓ પૂરી થશે.
34. મનોકામનાઓ પૂરી થશે. ધન-ધાન્ય તથા પરિવારમાં વૃદ્ધિ થશે. કૂતરાને ઘી ચોપડેલી રોટલી ખવડાવો.
35. પરિસ્થિતિઓ તમારા અનુકૂળ નથી. જે પણ કરો તે સમજી-વિચારીને કરો અને પોતાના વડીલોની સલાહ લઈને જ કરો. ભગવાન દત્તાત્રેયના પૂજનથી મનોવાંછિત લાભ થશે.
શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર (36 થી 45 સુધી)
36. દરરોજ શ્રીગણેશને દૂર્વા ચઢાવીને પૂજન કરો. તમારી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે. ધૈર્ય જાળવી રાખો.
37. તમે જે કાર્ય કરી રહ્યા છો તેને ચાલુ જ રાખો. આગળ જઈને તેનાથી લાભ થશે. ભગવાન વિષ્ણુનું પૂજન જરૂર કરવું.
38. સતત ધનહાનિની ચિંતા થઈ રહી હોય તો ગભરાશો નહીં. થોડા જ દિવસોમાં તમારા માટે અનુકૂળ સમય આવવાનો છે. મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો.
39. ભગવાન સત્યનારાયણની કથા કરાવવાથી તમામ કષ્ટો દૂર થઈ જશે. તમને કાર્યમાં સફળતા પણ મળશે.
40. ખેતી અને વેપારથી લાભ થશે તથા દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. હનુમાનજીનું પૂજન લાભદાયક રહેશે.
41. આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે. કુટુંબમાં વૃદ્ધિ અને ચિંતાઓ દૂર થશે. કુળદેવીનું પૂજન કરવાથી સમસ્યાનું સમાધાન મળી રહેશે.
42.તમને શીઘ્ર સફળતા મળવાની છે. માતા-પિતા તથા મિત્રોની મદદથી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ગરીબોને યોગ્ય દાન કરવું.
43. અટકેલું કાર્ય હશે તો પૂરું થશે. ધનસંબંધી સમસ્યાઓ દૂર થશે. સમજી-વિચારીને નિર્ણયો કરવા. શ્રીકૃષ્ણને માખણ-મિસરીનો ભોગ ધરાવવો.
44. તમે જે વિચારો છો તે થઈને જ રહેશે. બગડતાં કામ બનવા લાગશે અને લાભ થશે. ર્ધામિક વ્રત-અનુષ્ઠાનથી લાભ થશે.
45. ધીરજ જાળવી રાખો. કારણ વગરની ચિંતામાં સમય ન બગાડશો. તમને મનોવાંછિત સફળતા મળશે.
શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર (46 થી 55 સુધી)
46.કાર્ય આડે વિઘ્નો આવી શકે છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી રાહત થશે. ર્ધામિક યાત્રાથી લાભ થશે.
47. તમારી મનોકામના ચોક્કસ પૂરી થશે, પરંતુ તેના માટે તમારે રાહ જોવી પડશે. દરરોજ સૂર્યદેવને અર્ધ્ય આપીને પૂજન કરવું. શત્રુઓનો ભય નહીં સતાવે.
48. તમે જે કાર્ય કરી રહ્યા છો તે જ કરો. જૂના મિત્રો સાથેની મુલાકાત લાભ આપશે. પીપળાને દરરોજ જળ ચઢાવવું.
49. તમારો નિર્ણય યોગ્ય નથી. કાર્ય વિલંબમાં પડી શકે છે. આર્થિક સમસ્યા હોય તો રોજ શ્રીસૂક્તનો પાઠ અને લક્ષ્મીજીનું પૂજન કરવું.
50. તમારો હક તમને મળીને જ રહેશે. તમે જરાય ગભરાયા વગર મન પરોવીને કાર્ય કરો. ઘરના મંદિરમાં દરરોજ દીવો કરવો
51. તમે જે કાર્ય કરવા ઇચ્છી રહ્યા છો તેમાં સફળતા મળશે. કોઈ પણ કાર્ય માત્ર પૈસા માટે ન કરો. દરરોજ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાન કરો.
52. એક મહિનામાં તમારી મુસીબતો દૂર થઈ જશે અને સફળતા મળવા લાગશે. કુંવારી કન્યાઓને ભોજન કરાવવું.
53. તમે વિદેશ અથવા યાત્રા પર જવાનું વિચારી રહ્યા હો તો જરૂર જાઓ. તમને કાર્યમાં સફળતા મળશે. શ્રીગણેશની આરાધનાથી લાભ થશે.
54. કોઈ પણ કાર્ય કરો તે કોઈને પૂછીને કરો, નહીંતર નુકસાન થઈ શકે છે. વિપરીત પરિસ્થિતિઓથી ગભરાશો નહીં. સફળતા ચોક્કસ મળશે.
55. કાર્યમાં સફળતા ન મળવાની પૂરેપૂરી શક્યતા છે. મંદિરમાં દીવો કરવાથી લાભ મળશે.
શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર (56 થી 64 સુધી)
56. થોડા જ દિવસમાં તમારી સમસ્યા દૂર થઈ જશે. નવા કાર્યમાં નિષ્ફળતા મળી શકે છે. પરિવારજનોની બીમારીને કારણે ચિંતા વધે. રોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
57. તમારા માટે સમય અનુકૂળ નથી. તમારા કાર્ય પર ધ્યાન આપો. ગાયને રોટલી ખવડાવવાથી લાભ થશે.
58. થોડી ધીરજ રાખો. સાવચેતીપૂર્વક કાર્ય આગળ ધપાવો. ધન-સંપત્તિ અને સુવિધાઓમાં વૃદ્ધિ થશે. લક્ષ્મીજીને નારિયેળ ચઢાવવું.
59. તમે જે વિચારી રહ્યા છો તે કામ જરૂર પૂરું થશે, પરંતુ તેના માટે તમારે યોગ્ય મદદ શોધી લેવી પડશે. શનિદેવની ઉપાસનાથી લાભ મળશે.
60. તમે પરિવારજનો સાથે મનમુટાવ નહીં રાખો તો જ કાર્યમાં સફળતા મળશે. દરરોજ હનુમાનજીના મંદિરમાં ચારમુખી દીવો પ્રગટાવવો.
61. કારકિર્દીને લઈને ચિંતા હોય તો છોડી દો. તમારી મનોકામનાઓ પૂરી થશે. ગણેશજીનું પૂજન કરવાથી સફળતા મળશે.
62. તમારા અટકેલાં કાર્ય આગળ વધશે. તમને ધાર્યાં પરિણામ નહીં મળે. શિવજીના મંદિરમાં જઈને જળ ચઢાવવાથી કષ્ટ, રોગ, દુઃખ દૂર થશે.
63. તમે જે જાણવા માગો છો તે શુભ નથી, તેથી આ અંગે વિચારવાનું બંધ કરી દો. નવગ્રહનું પૂજન કરવાથી ફાયદો થશે.
64. રોજ લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો. તમારી સમસ્યાનું સમાધાન જાતે જ થઈ જશે, જે વિચારી રહ્યા છો તેમાં આગળ વધો.











No comments:
Post a Comment